Gandiv The Publishers since 1920
Gandiv Publishers, also known as Gandiv Sahitya Mandir, is a well-known publishing house based in Surat, Gujarat, India. They are recognized for their contributions to Gujarati literature, particularly children’s literature. One of their notable publications is the biweekly children’s magazine “Gandiv,” which featured the popular character Bakor Patel.
ગાંડીવ સાહિત્ય મંદિર , સુરત
શુદ્ધ, શિષ્ટ અને રાષ્ટ્રીય સાહિત્યસ્થાપના : 1લી ઑગષ્ટ 1921
સ્થાપકો : ઈશ્વરલાલ વીમાવાળા તથા નટવરલાલ વીમાવાળા
સ્વ લોકમાન્ય તિલક મહારાજની પહેલી સંવત્સરી અને અસહકારના જન્મદિવસવાળા ચિરસ્મરણીય ઐતિહાસિક દિવસે 'ગાંડિવ સાહિત્ય મંદિર ' ની સ્થાપના થઈ હતી મંદિરની સ્થાપના વખતથી તેના ઉદ્દેશ નીચે પ્રમાણે રહયા
- 1 શુદ્ધ શિષ્ટ અને રાષ્ટ્રીય સાહિત્ય લખાવવું , તેમજ છપાવી બહાર પાડવું ,
- 2 એવા ઉત્તમ સાહિત્યના પુસ્તકો , પત્રિકાઓ અને ચોપાનિયાં દ્વારા પ્રચાર કરવો ,
- 3 અન્ય સંસ્થાઓને સારાં પુસ્તકો મેળવી તથા લખાવી આપવા ,
- 4 લેખકો , કથાકારો અને કવિઓને ઉત્તેજન આપવું ,
- 5 સમાજમાં પ્રસરેલાં ગંદા-શ્રુંગારી સાહિત્યને દૂર કરવા પ્રયત્ન કરવો, અને તેને સ્થાને બોધદાયક રમુજી તથા સ્વદેશાભિમાની સાહિત્યને ફેલાવવું ,
- 6 હિંદી ભાષાનો પ્રચાર કરવા પ્રયત્ન કરવો।
આ પ્રાથમિક ઉદ્દેશોમાંના કેટલાક ટૂંક સમયમાંજ સંતોષકારક રીતે સિદ્ધ થયાં છે તેમજ કેટલાંકમાં પ્રસંગવશાત ફેરફાર પણ કરવો પડ્યો છે દાખલા તરીકે હિંદી ભાષાના પ્રચાર માટે અમે એક ખાસ વિભાગ ખોલીને કોઈપણ પુસ્તક પૂરું પાડવાની વ્યવસ્થા કરી હતી અને તે બાબતે પૂર્વતૈયારી કરી હતી છતાં દિલગીરી સાથે જણાવવું પડે છે કે આખા ગુજરાતમાં ગુજરાતી ભાઈઓને હિંદી પુસ્તકો મેળવી આપનાર તથા તે વિશેની માહિતી આપનારની જે ખોટ હતી તે ગાંડીવ સાહિત્ય મંદિરે પૂરી નાંખી હતી , પરંતુ પ્રજાએ તેનો પૂરતો લાભ લીધો ન હોવાથી સંસ્થાએ હિંદી વિભાગ બંધ કર્યો અને હવે તો સંસ્થા સુષુપ્ત અવસ્થામાંજ છે.
સ્થાપક: ઈશ્વરલાલ વીમાવાળા વિશે:
૧૮૯૭ – જન્મ
કુટુમ્બ: માતા – વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ; પત્ની – કાન્તિગૌરી;
શિક્ષણ: પ્રાથમિક – મુંબાઈમાં; ઇન્ટર આર્ટ્સ – વિલ્સન કોલેજ, સુરત
દસ વર્ષની ઉમરે પિતાનું અવસાન. કોલેજ અભ્યાસ દરમિયાન માતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો.
માધ્યમિક શાળામાં અભ્યાસ કાળથી જ સાહિત્યમાં રસ જાગ્યો. મોટા ભાઈ ચંપકલાલ ઝવેરાતના ધંધામાં અને નાના ભાઈ સાહિત્ય પ્રકાશનના વયવસાયમાં. થોડોક વખત નડિયાદમાં અને પછી મુંબાઈમાં શેઠ જમનાલાલ બજાજની પેઢીમાં નોકરી.
૧૯૨૦ – ‘નવજીવન’ પ્રેસમાં સ્વામી આનંદ સાથે કામ
૧૯૨૧ – સુરતમાં ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના, પાછળથી તે નાના ભાઈ નટવરલાલે સંભાળ્યું હતું.
સાહિત્ય સાથે યાંત્રિક કામમાં પણ રસ.
૧૯૨૧ – ગાંડીવ રેંટિયો બનાવ્યો, જેમાં સુધારા વધારા કરી ગાંધીજીએ યરવડા ચક્ર બહાર પાડેલો.
૧૯૩૧ – સ્ત્રી શક્તિ સાપ્તાહિક શરૂ કર્યું
સામાન્ય પ્રજા માટે ‘દેશબંધુ’ સાપ્તાહિક પણ શરૂ કર્યું.
રચનાઓ: પાંડવ ગુપ્ત નિવાસ – કવિ ભાસના નાટક પરથી લખેલી રચના, ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે, બાળ સાહિત્ય – બાળવિહાર, સોનાકુમારી, કોલસા કાકા, રેલ પાટા, બ્રહ્માંડનો ભેદ
સ્થાપક: નટવરલાલ વીમાવાળા વિશે:
૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦ – જન્મ
કુટુમ્બ: માતા – વિજયાલક્ષ્મી; પિતા – મૂળચંદ; પત્ની – હરવદન કાપડિયા
શિક્ષણ: પ્રાથમિક – મુંબાઈમાં; કોલેજ શિક્ષણ – વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં અભ્યાસ
૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.
૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું!
૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.
૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન
રચના: ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તકો , લેખો , ભાષાંતરો બહાર પાડયા છે
ગાંડીવ સાહિત્ય મંદિરે નીચે પ્રમાણે પ્રગટીકરણ કર્યા છે :
| ગાંધી ગ્રંથમાળાના મણકાઓ : | ગાંડીવ પત્રિકામાળા | રાષ્ટ્રીય પુસ્તકમાળા (સર્વ પુસ્તકોનું પ્રગટીકરણ વર્ષ : 1922) | રાષ્ટ્રીય સ્ત્રી સાહિત્યમાળા |
ઉપરોક્ત સર્વે પુસ્તકોના લેખક મોહનદાસ કરમચંદ ગાંધી [ ગાંધીજી ] |
|
|
|
એકંદર સરવાળે ગાંડીવ સાહિત્ય મંદિરે પ્રથમ વર્ષમાંજ એક લાખ કરતા વધારે પુસ્તકો છપાવ્યા છે , આ ગણતરી તો સંસ્થાના પોતાનાં પ્રગટીકરણ વિષે છે પણ તે ઉપરાંત અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓએ પ્રગટ કરેલાં અસંખ્ય પુસ્તકોનો ગાંડીવ સાહિત્ય મંદિરે પ્રચાર કરેલો છે.
મહાત્મા ગાંધીજીનો જેલનો અનુભવ બહાર પાડીને સંસ્થાએ તે સમયની જબરી ખોટ પૂરી પાડી છે , જે પુસ્તક આફ્રિકામાં મૂળ ગુજરાતીમાં લખાયેલું અને જેનાં ભાષાંતરો મરાઠી , હિંદી , ઈંગ્રેજી , તેમજ બીજી ઘણી ભાષાઓમાં પ્રગટ થઈ ગયા છે.
સર્વ પ્રકારના પુસ્તકોનું પ્રગટીકરણ કર્યું છે ,જેમકે બાળસાહિત્ય [બકોર પટેલ, લંબોદર શર્મા, રંગતરંગ - 1 ], કિશોર સાહિત્ય [ઈશ્વરલાલ વીમાવાળા લિખીત ] , નર્મદ સાહિત્ય , સ્ત્રી સાહિત્ય , રાષ્ટ્રીય સાહિત્ય , ઐતિહાસિક સાહિત્ય [ચુ. વ. શાહ લિખીત ], વૈદ્યકીય સાહિત્ય [વગર પૈસાનું વૈદું , ઔષધાકર - આ તારીખ સુધી વિશિષ્ટ ], બોધકથાઓ , સાહસકથાઓ [બ્રહ્માંડનો ભેદ 1-4], ગણિત સાહિત્ય [વનરાજ માલવી લિખીત ] , નાટયકથાઓ , કાવ્યો - કાવ્ય સંગ્રહો , ગીતોનાં સંગ્રહ , રસોઈ સાહિત્ય [ ગુજરાતી ભાષાનું પ્રથમ ] , વિજ્ઞાનકથાઓ , ન્યાયસૂત્રો , ભૌગોલિક સાહિત્યો , પ્રવાસકથાઓ , વર્ણન-સંગ્રહો , કળા સાહિત્યો , ચરિત્ર કથાઓ [ સ્વ દાદાભાઈનું જીવન ચરિત્ર ], તહેવાર વિશિષ્ટ લેખો , પ્રાસંગિક લેખો , વિગેરે , વિગેરે અને કલ્પી શકો તેટલું બધુજ
ગાંડિવ સાહિત્ય મંદિરે બંગાળનું ક્રાન્તિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરેલું; જેના કારણે પોલિસે કાર્યાલયનો કબજો લીધો હતો. ગાંડીવ સાહિત્ય મંદિરનું પ્રેસ અંગ્રેજ - બ્રિટિશ સલ્તનત દ્વારા ત્રણ વખત નાશ કરવામાં આવેલ જેમાં એક વખતે બાળી નાંખવામાં આવેલું.
ઘણાયે લેખકો જેમાં કવિ નર્મદ , ચં.ચી. મહેતા , ચુ વ શાહ , ઈશ્વર પેટલીકર , ઈશ્વરલાલ વીમાવાળા , નટવરલાલ વીમાવાળા , જીવરામ જોશી , રમણલાલ સોની , હરિપ્રસાદ વ્યાસ , વનરાજ માલવી , સુભગ માળવી , વિગેરે